સ્ટોક માર્કેટ વિશે લોકોની કેવી કેવી ધારણાવો હોય છે ?

શેર બજાર તો એક સટ્ટો છે

સટ્ટો એટલે તમે કોઈ પણ જાતનું વિચાર્યા વગર પૈસા લગાવી દેવા, પૈસા બને તો ઠીક અને નો બને તો પૈસા ડૂબશે તેને સટ્ટો કહેવાય.

શેરબજારને જે લોકો સટ્ટો માને છે, તે લોકોએ શેર બજાર ને ક્યારેય  સિરિયસલી લીધું નથી, તે લોકો એવું કહે છે .શેર બજારમાં શું શીખવાનું હોય આંખ બંધ કરી શેરબજારમાં પૈસા લગાવી દો ,પૈસા બને સારું અને નો બને તો કઈ નહિ ,એવા વ્યક્તિ ને મારી વિનંતી છે જયારે તમે ગાડી કે બાઈક ચલાવો ત્યારે બાઈક ગમે તેટલી સ્પીડ થી ચલાવજો અને જમણી બાજુ વળવાનું  હોય ત્યારે ડાબી બાજુ વળી જજો ,અને સીટ બેલ્ટ અને હેલ્મેટ પણ નો પહેરતા તો તમારું થશે એક્સિડેન્ટ.

જો તમે ગાડી ચલાવવામાં એવું માનતા હોય કે ગાડી ચલાવતા આવડવી જોઈએ ,હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા જોઈએ,અને સ્પીડ ઉપર  કંટ્રોલ રાખવો જોઈએ એટલું ધ્યાન જો તમે શેર બજારમાં રાખો તો તેને સટ્ટો નો કહેવાય.

ધારો કે  તમારા ઘરમાં કોઈ નવી ગાડી આવી હોય ત્યારે અને તમારા ઘરમાં જેને ગાડી આવડતી ના હોય તેને તમે કહેશો કે  ગાડી હાઇવે લઇ જઈને ચલાવો તો તેનું એક સેકન્ડ માં અકસિડેન્ટ થઇ જશે,એવું ના થાય એટલા માટે તમે શું કરશો.

 એને ગાડી ધીમે ધીમે ચલાવતા શીખડાવશો ,ટ્રાફિક માં કેમ ચલાવવાનું ,રિવર્સ કઈ રીતે લેવાનું ,બ્રેક ક્યારે મારવાની, પેહલા શેરીમાં ચલાવવાની અને પછી હાઇવે પર  ચાલવતા શીખવશો, ગાડીનો ટર્ન કઈ રીતે લેવો ,ધીરે ગ્રીપ આવતી જશે 

એક સમય એવો આવશે જયારે  તમે  ફોન ઉપર વાત કરતા હશે,તો પણ તે હાઇવે પાર ગાડી ચલાવતા હશે . લેવલ સુધી પહોંચવા માટે સમય અને પ્રેકટીશ  કરવી પડે છે,જો તમે એવું સ્ટોક માર્કેટમાં એટલું ધ્યાન રાખશો તો તમે સ્ટોક માર્કેટ ને ક્યારે  સટ્ટો નહિ કહો.



શેર બજારમાં તો પૈસા ડૂબી જાય છે ?

કોઈ પણ ધંધો કે કોઈ પણ ફિલ્ડમાં શીખ્યા વિના તેમાં જશો તો તમારી હાર નિચ્ચિત હોય છે,જો તમે કોઈ મિત્ર ના કહેવાથી ,ન્યૂઝ પેપર વાંચીને ,અને Tv જોઈને ડાયરેક્ટ કોઈ પણ જાતનો અભ્યાશ કાયા વગર તમે કોઈ પણ કંપની ના સ્ટોક લેશો તો તમારા પૈસા હંમેશા ડૂબશે .

 

ધારો કે તમારે કોઈ 20,000 રૂપિયાનો મોબાઈલ  ફોન લેવો હશે ,તમે એમાં કેટલું રિસેર્ચ કરો છો ,youtube માં review  જોશો, અત્યારે કયું મોડલ નવું આવ્યું છે, નવું મોડલ સફળ છે કે નહિ તે ચેક કરવા મિત્રોને પૂછો છો કે કયો mobile લેવાય, અત્યારે કેટલી ram અને મેમરી વાળો ફોન લેવાય બધું તમે ફોન લેતા પેહલા 10-15 દિવસ રિસેર્ચ કરીએ છીએ, નહિ કે તમે કોઈ દુકાને જઈને દુકાનવાળા ભાઈ ને કહેશો , મને 15000-20000માં જે સારો ફોન હોય તે ફટાફટ આપી દે 

શેર બજારમાં નાના કેમ લોકો નું કામ નથી ?

શેર બજાર એક એવો ધંધો તેમાં નાના માં નાની વ્યક્તિ કે જેની પાસે  500 રૂપિયા હશે , તો પણ  શેર બજારમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે 

  1. કારણકે જયારે તમે જેમ જેમ સ્ટોક માર્કેટમાં એક્સપર્ટ બનતા જશો તેમ તેમ  તમારી કેપિટલ (મૂડી ) ધીરે ધીરે વધતી જશે

શેર માર્કેટ માં બધાને સરખું રીટર્ન મળે છે ,પરંતુ બધાની કેપિટલ અલગ અલગ હોવાતી બાંધનો પ્રોફિટ અલગ અલગ હોય છે, અત્યાર સુધી જે લોકોએ શેર માર્કેટ મોટા પૈસા બનાવ્યા છે,તેઓ પણ નાની કૅપિટલથી ચાલુ કર્યું હતું.

શું શેર બજારમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ વ્યક્તિ કરી છે ?

 

જેમ કે ઘણા ને સ્વિમિંગ નથી આવડતું ,તો ઘણા ક્રિકેટ રમતા આવડતું  હોય છે,તેજ રીતે દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ  સ્કિલ તો હોય છે ,તેજ રીતે 10 વર્ષ થી ઉપરની ઉંમરની કોઈ પણ વ્યક્તિ જેને  શેર માર્કેટમાં  રસ હોય અને શેર માર્કેટમાંથી પૈસા  કમાવવાનો જુસો હોય, તેવી બધી વ્યક્તિ શેર બજારમાં આવીને સારા એવા પૈસા કમાવી શકે છે.

Scroll to Top