“If you don’t find a way to make money
while you sleep,you will work until you die.”
– Warren Buffett
- lack of knowledge
જો તમારી પાસે પ્રોપર ટ્રેડિંગનું નોલેજ નહિ હોય, તમે તમે રેન્ડમ ટ્રેડિંગ કરશો , એટલે ઘણી વાર બહુ મોટા લોસ કરી દેશો ,ઘણી વાર તમે સ્ટોકને Buy કરતા તે નીચે જવા લાગશે પરંતુ એવું નથી એવું ત્યારેજ થાય જયારે પ્રોપર નોલેજ ના હોય.
રિસ્ક મેનેજમેન્ટમાં હંમેશા સ્ટોપલોસને હંમેશા વળગી રેહવું જોઈએ, ક્ક્યારેય સ્ટોપલોસ બદલવો નહિ ,તમારા સ્ટૉપલૉસ ની સામે ટાર્ગેટ Ratio 1:2 અથવા 1:3 નો ઓછામાં ઓછો હોવો જોઈએ
- Emotion
ટ્રેડિંગમાં ઈમોશનનો કંટ્રોલ એક ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે, ઘણી વાર તમે સ્ટોપલોસ બહુ મોટા લઇ લો છો , અને પ્રોફિટ હંમેશા નાના લઈ લો છો અને તે પણ ટાર્ગેટ પેહલા બુક કરી લો છો , કારણકે તમને દર લાગે છે, પ્રોફિટ આવેલો છે તે જતો ના રહે એટલે માટે.
- Over Trading
ઘણી વાર તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ જો તમારો લોસ થઈ જાય તો તમે તેને કવર કરવા બીજો ટ્રેડ લો છો એ પણ ડબલ Qty માં બીજી વાર પણ તમારો તે ટ્રેડ ઉલટો પડે છે
એટલે પછી વધારે નુકશાની થઇ જાય છે, પછી તો તમે એ પણ ભૂલી જાવ છો કે હકીકતમાં ટ્રેન્ડ કઈ બાજુનો હતો ,પછી તમે ત્રીજો સોદો પાડોછો તેમાં થોડોક પ્રોફિટ દેખવા લાગે એટલે તમને એમ થાય કે અડધી નુકશાની કવર થવા આવી છે ,એટલે તમે QTy ડબલ કરી નાખશો અને તમને એવું લાગે છે થોડો ઉપર જાય એટલે મારી બધી નુકશાની નીકળી જશે, તે સમયે ભાવ ઉપર જશે અને તમારી નુકશાની ઓછી થઈ જશે અથવા થોડોક પ્રોફિટ જોવા મળે એટલે તમારો નિર્ણય બદલાય જશ.
હવે તો હું પ્રોફિટ માં આવી ગયો થોડી વાર ઉભો રાહુ એટલે થોડા દિવસ પેહલા જે નુકશાની ગઈ હતી તે પણ નીકળી જશે તે સમયે ભાવ રિવર્સ થશે એટલે તમારી નુકશાની ડબલ સ્પીડ થી વધશે, થોડી તમારી નુકશાની જે સવારમાં કરી હતી .એના કરતા ત્રણ ગણી વધી જશે પછી તમે વિચાર છો કે હવે તો થોડી વાર ઉભો જ રહી જાવ જે થાવું હોય તે થાય માર્કેટ તે સમયે વધારે નીચે જવા લાગે .
આમ કરતા કરતા માર્કેટ બંધ થાય એ પેહલા તમે જેટલા પૈસા પડ્યા હોય એની ડિલિવરી લઈને ઘરે લઇ જાવ છો, તે સમયે જે સ્ટોક લો છો તેમાં પણ એનાલિસિસ પણ કરતા નથી પછી એકાદ બે દિવસમાં થાય એવું કે જે ડિલિવરી લીધી હતી, તે સ્ટોક ઉલટો ચાલવા લાગે છે, તેમાં પણ નુકશાની જતી હોવાથી તમે તે સ્ટોક વેચી નાખશો અને નુકશાની લઇ લેશો.
આ રીતે તમારી કેપિટલ ધીરે ધીરે પુરી કરી થઇ જશે, અને તમે સ્ટોક માર્કેટમાંથી દૂર થઈ જશો છે ,પછી બધાને કેહશો ,સ્ટોક માર્કેટ નો કરાય ,સ્ટોક માર્કટમાં તો પૈસા ડૂબી જાય છે .
- તમે તમારો સ્ટોપલોસ જ્યાં લગાવવો હોય ત્યાં લગાવી દો તો પણ તે કપાય જાય છે
એટલે તમે સ્ટોકમાં તમારો સ્ટોપલોસ ગમે ત્યાં લગાવી દો તો પણ માર્કેટ તમારો સ્ટોપલોસ કાપી નાખે છે, ધારો કે સ્ટોક ને ઉપર જવું હશે તો પેહલા નીચે આવશે અને બધા સ્ટોપ લોસ કાપી નાખશે પછી સ્ટોક ઉપર જશે ,મોટા ભાગના લોકોનો આ સવાલ હોય છે, હકીકતમાં એવું નથી હોતું પ્રોફેસનલ ટ્રેડરને આ બધું જાણતા હોય છે સ્ટોપ લોસ લગાવાવના એક પ્રોપર એરિયા હોય છે, એ એરીયા માં સ્ટોક જતો નથી.
- માર્કેટ દરેક વખતે તમારી ભૂલની અનુભુતી કરાવે છે, કે આ વખતે આ ભલને લીધે તમારો લોસ લોસ થયો છે ,શા માટે ?
બધા ટ્રેડર માર્કેટમાં ભૂલ કરે છે ,માર્કેટ તમને દરેક વખતે તમારી ભૂલ બતાવે છે ,મિત્રો સાચી વાત કહું જે ભૂલ તમે કરો છો તે ભૂલ તમે ફરી વાર તે જ ભૂલ કરો છો કોઈ નવી ભૂલ કરતા જ નથી, માર્કેટ નો નેચર એવો છે, તમને એકની એક ભૂલ તમને વારંવાર કરાવે છે.
તમે સ્ટોક માર્કેટમાં જે ભૂલ કરો છો ,પછી નક્કી કરો છો કે હવે આવી ભૂલ બીજી વાર કરવી નથી પરંતુ બીજી વાર જયારે એજ ભૂલ થાય છે ,ત્યારે તમે કહેશો કે પેહલા જે ભૂલ કરી હતી તે ભૂલ તો પાછી થઇ ગઈ.
હું મારા અનુભવથી તમને કહું કે અહીં કોઈ વ્યક્તિ નવી ભૂલ ક્યારેય કરતા જ નથી ,એકની એક ભૂલ ફરી વારંવાર કરે છે.
મિત્રો જો તમે ભૂતકાળમાં કોઈ લોસ કર્યા હશે ,તે તમે જોશો તો ખબર પડશે કે જે ભૂલ કરવાથી તમારા પૈસા જતા રહ્યા હતા તેમાં એકની એક ભૂલ વારંવાર થયેલી જોવા મળશે .
-
- જયારે કોઈ સ્ટોક ઉપર જઈ રહ્યો હોય ત્યારે તમે તેને 1500 માં પણ લેવા માટે ત્યાર થઇ જાવ છો ,જયારે તે નીચે આવે છે ત્યારે 800માં પણ ખરીદતા નથી શા માટે ?
ધારો કે કોઈ સ્ટોક નો ભાવ 1600 ચાલતો હોય ત્યારે તમે એમ કહો છો કે જો મને તે 1500 મળી જાય તો આજે જ લઇ લવ ,પરંતુ જયારે માર્કેટ નીચે આવે છે ત્યારે તે સ્ટોક નો ભાવ 700,800,અને 1000 આવશે તો પણ તમે તેને લઇ શકતા નથી
સારા ભાવ હંમેશા ખરાબ સાથે આવે છે ,જયારે સ્ટોક નીચે આવે છે ત્યારે એટલા ખરાબ ન્યૂઝ હોય છે તમે તેને લઇ શકતા નથી કારણ કે માર્કેટનો નેચર એવો હોય છે સારા ભાવ હંમેશા ખરાબ ન્યૂઝ આવે ત્યારે જ આપે છે, તે માર્કેટ ને ખબર છે તમે લઇ શકશો નહિ .જયારે બધા ખરાબ સમાચાર જતા રહે છે .તે સમયે સ્ટોક ઘણો ઉપર જતો રહ્યો હોય છે ત્યારે તમે કહેશો ભાવતો નીચે હતા પણ લઇ શક્યો નહિ.
- જયારે માર્કેટ ઉપર જઈ રહી હોય ત્યારે ,ત્યારે બધા ન્યૂઝ સારા આવતા હોય છે ,અને જયારે માર્કેટ નીચે જઈ રહી હોય ત્યારે બધા ખરાબ ન્યૂઝ આવે છે.
હંમેશા જયારે માર્કેટ ઉપર જાય છે, ત્યારે બધા જ ન્યૂઝ ખરાબ આવવા લાગે છે ,કારણકે માર્કેટને ન્યૂઝ આવે તે પેહલાની ખબર પડી જાય છે ,જે પણ ખરાબ કે સારા ન્યૂઝ આવવાના હોય તેના પેહલા માર્કેટને ખબર પડી જાય છે ,માર્કેટને ન્યૂઝની ખબર સૌથી પેહલા બુદ્ધિશાળી વ્યક્તિ દ્વારા ખબર પડી જાય છે, કારણેકે જયારે તે વ્યક્તિ માર્કેટમાં સોદા પાડવા લાગે છે ત્યારે. ત્યારે માર્કેટ સમજી જાય છે, કેવા સમાચાર આવવાના છે.
-
- જયાર માર્કેટમાં બહુ વધારે પડી જાય છે ,ત્યારે તમારા બધા પૈસા નું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયેલું હોય છે.
જયારે માર્કેટ પડે છે, ત્યારે તમારા બધા પૈસા નું સ્ટોક માર્કેટમાં રોકાણ થઈ ગયેલું હોય છે ,માર્કેટ હંમેશા ત્યાં સુધી નીચે નહિ આવે જ્યાં સુધી તમારા બધા પૈસાનું Investment માર્કેટમાં થઈ ના ત્યાં સુધી .
-
- જયારે તમે કોઈ ન્યૂઝ ઉપર વિશ્વાસ કરો છો ,ત્યારે તમે ખોટા પાડો છો અને જયારે તમે વિશ્વાસ નથી કરતા ત્યારે પણ તમે ખોટા પડો છો .
ધારો કે કોઈ સ્ટોકના ન્યૂઝ આવ્યા કે કોઈ સ્ટોક માં બોનસ આપવાનું છે ત્યારે તમે કોઈ સ્ટોક લઇ લેશો એટલે સ્ટોક નીચે જ આવશે ,અને થોડા દિવસ પછી બીજા સ્ટોક માં ન્યૂઝ આવ્યા કે બોનસ આપવાનું છે તેને તમે સ્ટોક લીધો નહિ પણ તે સ્ટોક બીજા દિવસે 15 % ઉપર જતો રહે છે.
-
- જયારે તમારો પ્રોફિટ થાય છે ,તે હંમેશા નાનો હોય છે અને લોસ થાય છે તે બહુ મોટા હોય છે .
જયારે તમને પ્રોફિટ થાય ત્યારે બહુ નાનો થાય છે,પરંતુ એક દિવસ એવો આવે છે કે બધો પ્રોફિટ એક દિવસમાં જતો રહે છે અને પછી તે નુકશાની રિકવરી કરવા બીજા પૈસા પણ જતા રહે છે, એનું કારણ એ છે તમારા માં કંઈક ખૂટે છે તો જ આવું થાય છે .
-
- તમે જયારે કોઈ સ્ટોક ખરીદી કરો છો ત્યારે નીચે પડી જાય છે અથવા જયારે સેલ કરો છો ત્યારે સ્ટોક ઉપર જાય છે.
આવું બધી જ વ્યક્તિ સાથે થાય છે આવું થવાનું કારણ એક છે જો તમારે તે જાણવું હોય તો સ્ટોક માર્કેટનું પ્રોફેસનલ નોલેજ લેવું પડે છે.
-
- જયારે બધા સ્ટોક ઉપર જઈ રહ્યા હોય ત્યારે તમારો સ્ટોક નીચે જાય છે અથવા ઉભો રહી જાય છે .
જયારે માર્કેટ જયારે ઉપર જતું હોય છે ત્યારે ,તમારા સ્ટોક નીચે જાય છે ,અને બાકી બધા સ્ટોક જે તમારી પાસે નથી, તે તમારી નજર સામે ઉપર જશે લોકો ને સમજાતું નથી કે અમારી સાથે જ એવું કેમ થાય છે,મિત્રો એવું ના થાય એના માટે તમારે પ્રોપર નોલેજ લેવું જરૂરી છે.