How to create Financial Wealth 

 Financial wealth 

મિત્રો બેસ્ટ સેલર James clear કહે છે કે વેલ્થ ચાર પ્રકારની હોય છે

Financial Wealth 

Financial Wealth એટલે તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જેનાથી આવનારા સમયમાં  તમારે જે વસ્તુની  જરૂર હોય તે વસ્તુ  તમે પૈસા ખર્ચીને લઇ શકો તેને Finacial wealth કહે છે

Social wealth 

આપણી પાસે સોશ્યિલ વેલ્થ કેવી છે ,આપણા ફેમિલીમાં એકબીજા સાથે સબંધ કેવા છે,તેને સોશ્યિલ વેલ્થ કહે છે, હેપી લાઈફ જીવવા માટે સોશ્યિલ વેલ્થ હોવી જરૃતી છે.

Time Wealth 

જો તમે તમારો સમય ગમે ત્યારે તમારો સમય કઈ પણ વસ્તુ કરવા બીજાને અથવા પોતાના માટે આપી શકતા હોય તો તેને ટાઈમ વેલ્થ કહે છે 

Physical Wealth (હેલ્થ )

આપણી સૌથી મહત્વની વેલ્થ એટલે હેલ્થ ,જો આપણી હેલ્થ સારી હશે તો જ લાઈફ એન્જોય કરી શકશો, જો આપણી પાસે હેલ્થ સારી નહિ હોય તો બધી વસ્તુ નકામી છે એટલા માટે બીજી બધી વેલ્થ કરતા પણ વધારે હેલ્થ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ .

    • એક હેપી લાઈફ જીવવાં માટે મિત્રો ઉપરની ચાર વેલ્થ હોવી જરૃતી છે ,ચાર હેલ્થમાંથી “ Financial Wealth ” ના હોય તો બાકીંની વેલ્થ પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ છે. 

    • જો તમારી પાસે ફાઇનાન્શ્યલ વેલ્થ હશે, તો તમને ગમતી બધી વસ્તુ તમે લઇ શકશો ,તમારી સારા પૈસા હશે, તો  સમાજમાં તમને  રિસ્પેક્ટ મળશે ,અને બધા લોકો સાથે સારા સબંધ સારા  બનશે ,અને ફેમિલી પ્રોબ્લેમ પણ ઓછા થઇ જશે કારણે મોટા ભાગના ફેમિલી પ્રોબ્લેમ પૈસા પૂરતા ન હોવાથી થતા હોય છે ,આ રીતે તમારી સોશ્યિલ વેલ્થ સારી થશે. 

    • પૈસા તમારી પાસે હશે ત્યારે તમે તમારો સમય ગમે ત્યાં પાસ કરી શકો છે એટલે તમારી પાસે ટાઈમ ની આઝાદી છે.

    • તમારી પાસે સમય હશે તો  તમે હેલ્થની વસ્તુ માટે તમે સ્પેશ્યલ સમય અને પૈસા  કાઢીને હેલ્થ સારી કરી શકો છો .

    • ટૂંકમાં જો તમે Financial Wealth બનાવી લેશો બાકીં વેલ્થ તમે ઑટોમૅટિક પ્રાપ્ત કરી શકશો .

How to Make Wealth 

    • મિત્રો ફાઇનાન્શ્યલ વેલ્થ એટલે એવી વસ્તુ જે તમને કાયમી પૈસા આપતી રહે,ભવિષ્યમાં જો તમારે વધારે પૈસાની જરૂરત હોય તો ફાઇનાન્શ્યલ વેલ્થ એવી રીતે બનાવવી જે ભવિષ્યમાં વધારે પૈસા આપતી રહે .

    • દુનિયામાં સૌથી વધારે વેલ્થ  બની હોય તો તે છે, Business ,જો તમે ભારતના સૌથી પૈસા વાળા વ્યક્તિના નામ લેશો તો તેમાં બધા વ્યક્તિમાં  Business Man હોય  છે ,એ  Business થી લોકો અમિર એટલા માટે બની જાય છે, કે Business ની વધવાની કોઈ લિમિટ હોતી નથી .

    • ફાઇનાન્શ્યલ વેલ્થ બનવવા બધી વ્યક્તિ ધંધામાં સફળ થતી નથી અને ખાલી 20 % લોકો ધંધામાં સફળ થાય છે એટલા માટે ફાઇનાન્શ્યલ વેલ્થ બનવવા માટે નો બીજો ઓપ્શન પણ છે.તે છે Investing જે જે કોઈ પણ વ્યક્તિ કરી શકેછે. 

    • Inveting in  Business: 

બીજા Business ની સરખામણીમાં ઓછું રિસ્ક હોય છે કારણકે આપણે ઇન્વેસ્ટિં એવા Business માં કરીયે છીએ જે બિઝનેસ પહેલેથી સફળ હોય.તેમાં ફેઈલ થવાના ચાન્સ આપણા નવા બિઝનેસ ની સરખામણીમાં ખુબજ ઓછા હોય છે.જો તમે ઇન્વેસ્ટમેન્ટ ના નિયમ ને શીખીને આવા સફળ બેઝનેસમાં પૈસા લગાવશો તો લાંબા સમયે સારી એવી વેલ્થ બનાવી શકશો.

Why Investing ?

મિત્રો આપણે  પાછળના ચેપ્ટરમાં જોયું કે ઇનવેટિંગ થી FInancial Wealth બનાવી શકાય છે,ઇનવેટિંગ સાથે એક મોંઘવારી જે પૈસાની સૌથી મોટી દુશ્મન છે ,એટલે પૈસાની વૅલ્યુ સમયની સાથે ઘટતી જાય છે.

ધારો તમે કોઈ સફોલા ઓઇલ 5 લીટર નો ભાવ અત્યારે 1000 રૂપિયા છે ,અને પાંચ વર્ષ પછી તેનો ભાવ 2000 રૂપિયા હશે ,એટલે કે મોંઘવારી 5 વર્ષમાં ડબલ જેટલી વધી ગઈ છે ,એની સાથે પણ 1000 રૂપિયા પણ પાંચ વર્ષ પછી જો તે પૈસા ખાલી બેંક માં રાખી દ્દેશો તો પેહલા જેટલી વસ્તુ ખરીદી કરતા તેટલી વસ્તુ પાંચ વર્ષ પછી ખરીદી શકશો નહિ.

એટલા માટે આ મોંઘવારી ને કંટ્રોલ માં લેવામાટે  જેટલી મોંઘવારી વધે છે, એના કરતા આપણા પૈસા વધારે ઝડપથી  વધવા જોઈએ એટલે કે પૈસા ને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ .જેથી તમારું રીટર્ન મોંઘવારી વધે છે તેના કરતા વધારે મળે.

ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી આ ઈન્ફ્લેશન 7.5 % દર વર્ષે વધે છે, અને આપણા પૈસા ને પણ 7.5 % કરતા વધારે % થી ગ્રોથ  થશે તો તમે Financial Wealth બનાવી શકશો . 

What is Investing ?

ઇન્વેસ્ટમેન્ટ એટલે એવી વસ્તુ ખરીદવી કે જે ભવિષ્યમાં તેને વેચીએ તો ખરીદેલી વસ્તુ કરતા વધારે પૈસા મળે તેને આપણે  પ્રોફિટ થવા ઇન્વેસ્ટમેન્ટ રીટર્ન કહીયે છીએ.

ધારો કે તમે કોઈ કોઈ વસ્તુ  તમે 1000 રૂપિયામાં લીધી છે, જો તમે 1 વર્ષ પછી તેને 1200 માં સેલ કરો છો તેનો મતલબ એ થયો કે તમે ઈન્વેટસમેન્ટ કર્યું હતું તેના પાર 200 રૂપિયાનો પ્રોફિટ થયો જે 20 % જેટલું રીટર્ન  મળ્યું કહેવાય .

જે વસ્તુ કે પ્રોપર્ટી ખરીદી હોય તેની વૅલ્યુ 5 વર્ષ કે 10 વર્ષી પછી તેની માર્કેટ વૅલ્યુ  ખરીદ કિમંત કરતા વધારે કિંમતમાં વેચાય છે તેને Capital Apreciation કહેવાય છે 

મિત્રો ભારતમાં મોટા ભાગના લોકો ઈન્વેટમેન્ટ ગોલ્ડ,સ્ટોક માર્કેટ Real Estate (જમીન મકાન), બેંક ,FD,Bonds કરે છે 

સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ  

સ્ટોક માર્કેટમાં  ઇન્વેસ્ટમેન્ટ એટલે આપણે  કોઈ પણ કંપનીના શેર Buy કરીએ છીએ , અને જયારે સ્ટોક ના ભાવ વધી વધી જાય છે ,ત્યારે તે  શેરને સેલ કરીને પ્રોફિટ મેળવીયે છીએ,

 આ  ઉપરાંત જો કોઈ કંપની ના શેર લઈને રાખો છો ત્યારે કંપનીને પ્રોફિટ થાય છે, તેનો અમુક હિસો જે લોકોએ શેર લીધેલા હોય તેને કંપની  શેર દીઠ અમુક % ડિવીડેન્ટ (બોનસ) આપે છે, તે તમારા ખાતામાં જમા થાય છે ,અને તમારા શેરના ભાવ માં વધારો આવે છે તેમાં  કોઈ ફરી પડતો નથી 

Example .

ધારો કે તમારે કોઈ કંપનીના 1 લાખના રૂપિયાના  શેર 100 રૂપિયાં ના ભાવે ખરીદી કરો છો ,અને 1 વર્ષ પછી તેનો ભાવ 130 રૂપિયા થઇ જાય ,છે એટલે જો તમે 1લાખ ના શેર 130 રૂપિયાના ભાવે વેચી વેચી દેશો એટલે તમને 30000 રૂપિયાનો નફો થયો  એટલે 30 % રીટર્ન મળ્યું કહેવાય ,. આ ઉપરાંત કંપની પોતાના પ્રોફિટ માંથી 3 % જેટલું ડિવીડેન્ટ આપે છે એટલે કે 3000 રૂપિયા વધારાના  હિસ્સો આપે છે તે દરેક કંપની પ્રમાણે અલગ અલગ હોય શકે છે .

સ્ટોક માર્કેટમાં મુખ્ય ત્રણ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે .

    1. ડીકરેક્ટ કોઈ પણ કંપની ના શેર તમે લઇ શકો છો અને તમે તેને  શોર્ટ ટર્મ અથવા લાંબા સમય માટે રાખી શકો છો .આ પ્રકારના ઈન્વેટમેન્ટ માં જો તમારું થોડુંક નોલેજ સારું હોય તો લાંબા સમયે તમને  10% થી લઈને 100 થી 300 ટકા જેટલું રીટર્ન મેળવી શકો છો, 

    1. બીજી રીતે એટલે કે Mutul Fund દ્વારા સ્ટોક માર્કેટ માં રોકાણ માં રોકાણ કરી શકો છો .ફંડ ના મેનેજર તમારા તમારા પૈસા ને સ્ટોક માર્કેટમાં લગાવે છે ,આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટમાં  12 % થી લઈને 60 %  જેટલું રોકાણ લાંબા સમયે  પણ મળી રહે છે.

    1. ETF એટલે કે Exchange Traded Funds દ્વારા  ડીકરેટ ETF માં રોકાણ કરી શકો છો ,આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ માં 10 % થી લઈને 150  % જેટલું રીટર્ન લાંબા ગાળે  મળી શકે છે .ETF ને તમે ટ્રેડ પણ કરી શકો છો .

Bond Investment 

કોઈ મોટી કંપનીને  પૈસાની જરૂર હોય ત્યારે બેંક પાસેથી લોન લે છે, અને તે લોન એક ફિક્સ સમયમાં ફિક્સ વ્યાજ સાથે ચૂકવવાનું હોય છે 

આવી મોટી કંપની પાસે બીજો પણ એક ઓપ્શન હોય છે ,પુબ્લીક પાસે એક ફિક્સ વ્યાજ ઉપર લોન લે છે ,પુબ્લીક ના પૈસા આ લોન માં ઇન્વેસ્ટમેન્ટ બની અને આ કંપનીઓનો  સમય પૂરો થઈ એટલે પુબ્લીકને વ્યાજ સાથે ટોટલ કેપિટલ અને વ્યાજ પાછું આપવાનું હોય છે ,આ બોન્ડ નો સમય ફિક્સ હોય છે.આ બોન્ડ બે પ્રકાના હોય છે.

સામાન્ય રીતે ભારતમાં મુખ્ય બે પ્રકારના બોન્ડ છે 

    1. ગવર્મેન્ટ બોન્ડ 

આ બોન્ડ safe માનવામાં આવે છે ,આ પ્રકારના બોન્ડમાં સેવિંગ બેંક કરતા  થોડું વધારે રીટર્ન આપે છે.

    1. કોર્પોરેટ બોન્ડ્સ 

આ પ્રકારના બોન્ડ્સ Private Companies ના હોય છે આ બાઇન્ડ થોડી રિસ્કી હોય છે એટલે આ બોન્ડમાં રીટર્ન સારું મળે છે.

Real Estate Invetsment 

Real Estate Investment  એટલે જમીન અથવા જમીન ઉપર બનાવેલા પ્રોજેક્ટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ પ્રકારના રોકાણ મુખ્ય ચાર પ્રકારે કરી શકાય છે જે નીચે મુજબ છે 

    1. Land (જમીન)

આ પ્રકારનું રોકાણ ખાલી પ્લોટ અથવા તો Agriculture land માં કરવામાં આવે છે .

    1. Residential Real Estate 

આ પ્રકારના રોકાણ હાઉસ (ઘર ) થવા ફ્લેટસમાં કરવામાં આવે છે .

    1. Commercial  Real Estate 

એવા પ્રકારની બિલ્ડીંગ જ્યાં લોકો બિઝનેસ ચલાવે છે .જેવા કે દુકાન ,શોરૂમ ,શોપિંગ મોલ ,હોટલ,મેરેજ ગાર્ડન વગેરે માં આ પ્રકારનું રોકાણ થાય છે .

    1. Industrial Real Estate 

એવી જગ્યા જ્યાં લોકો જમીન નો ઉપયોગ Menufacturing પ્લાન્ટ ,warehouses ,ફેક્ટરી માં રોકાણ કરી શકો છો.

તમે ઉપરના કોઈ પણ  પ્રકારના Real Estate ઈન્વેટસ્ટમેન્ટ કરી શકો છો પરંતુ તેમાં  ત્રણ વસ્તુની ખાશ ધ્યાન રાખવી જેવી કે લોકેશન …..લોકેશન ……લોકેશન …..

ધારોં કે તમે Residential પ્રોપર્ટી ખરીદી રહ્યા ચો તે રહેવા લાયા જગ્યા છે કે નહિ તે જાણવું અને તેની નજીક સ્કૂલ ,હોસ્પિટલ,,મોલ છે અને પ્રોપર્ટી રસ્તા સાથે જોડાયેલી છે કે નહિ  આ ઉપરાંત Railway Staion અને Airport પહોંચવું કેટલું સરળ અથવા મુશ્કેલ છે.

Gold Investment 

ગોલ્ડમાં વષોથી લોકો રોકાણ કરતા આવ્યા છે તે ખાસ કરીને જવેલરી અથવા ગોલ્ડ Coin માં ઇન્વેસ્ટ્મેંટ કરે છે ,તેમાં પ્રોફિટ ત્યારે જ થાય છે , ખરીદ કિમંત કરતા ઉંચા ભાવ ઉપર વેચીએ ત્યારે પ્રોફિટ મળે છે,.ગોલ્ડમાં મુખ્ય બે રીતે ઈન્વેટમેન્ટ કરી શકાય છે .

    1. Physical  Method  

આ પ્રકાનું  ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ જવેલરી ,Gold Coin ,અને Gold Artcrafts માં થાય છે આવા ઇન્વેસ્ટમેન્ટમાં તમારું ગોલ્ડ ચોરાય જવાનો દર લાગે છે .એટલે physical gold ને લાંબા સમય માટે રાખવું મુશ્કેલ છે,એટલા માટે physical Gold ની જગયાએ Digital Gold માં રોકાણ કરવું વધારે Safe છે 

    1. Digital Mehtod 

આ પ્રકારના રોકાણમાં Physical Gold જેટલું જ રીટર્ન મળે છે પરુંતુ અહીં ગોલ્ડ ચોરાઈ જવાનો ડર લાગતો નથી 

 Digital Gold 

આ પ્રકારનું રોકાણ ચાર રીતે કરી શકાય છે જે નીચે મુજબ છે.

    1. Digital Gold 

આ પ્રકારનું ગોલ્ડ 0.01 ગ્રામ થી 1ગ ગ્રામ  ગોલ્ડ રૂપિયા પ્રમાણે ખરીદી શકો છો તે પણ કોઈ પણ ટ્રેડિંગ એકાઉન્ટ માં  લઇ શકો છે અને તેને તમે એ એપ્લિકેશનમાં જોઈ પણ શકો છો 

    1. Gold ETF 

Gold Exchange Traded Funds એક પ્રકારના ફંડ હોય છે તેને તમે સ્ટોક ની જેમ Buy અને Sell કરી શકો છો .

    1. Gold Mutual Funds 

એ પ્રકારના Gold Mutual ફંડ હોય છે જે Direct Gold ETFS માં રોકાણ કરી શકો છો તેને તમે Buy અથવા sell પણ કરી શકો છો .

    1. Soverein Gold Bonds 

Soverein Gold Bonds એ એક પ્રકારના ગવર્મેન્ટ બોન્ડ હોય છે ,આ બોન્ડ માં ગોલ્ડ લઇ શકો છો, અને બોન્ડ ની maturity આવે ત્યારે ગોલ્ડનો જે ભાવ ચાલતો હશે તેના પ્રમાણે તમને ગોલ્ડન પૈસા મળી જશે અને આ ઉપરાંત આ બોન્ડમાં ગવમેન્ટ 2.5% વ્યાજ દર વર્ષે આપે છે.

Scroll to Top